Saturday, 26 January 2019

અશોક ચક્ર kavyesh karelia

અશોક ચક્ર
આ ચક્ર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો સૌથી ઉચ્ચ વિરતા પુરસ્કાર છે. આ સન્માન શાંતિના સમયમાં સૈનિકોએ ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વિરાતા અને બલિદાન માટે આપવામાં આવે છે.  મારણોપરાંત પણ આ પુરસ્કાર આપવામાં અસવે છે. 1952માં સૌપ્રથમ નાયક નર બહાદુર થાપને આપવામાં અસવેલો.
#nevergiveupacademykavyesh

મહાવીર ચક્ર kavyesh karelia

મહાવીર ચક્ર
આ ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા આપતો યુદ્ધ સમયનો ઉચ્ચ વીરતા પુરસ્કાર છે. ચંદ્રકનો વ્યાસ 1.38 ઇંચનો છે. તેના પાછળના ભાગે રાષ્ટ્રભાષા હિન્દી અને અંગ્રજી શબ્દોની વચ્ચે કમળના બે ફૂલોની સાથે મહાવીર ચક્ર લખેલું હોય છે. આની સાથેની રીબન અડધી સફેદ અને નારંગી રંગની છે. મહાવીર ચક્ર એનાયત કરવાની શરૂઆત 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી. આ ચક્ર બ્રિગેડિયર રાજેન્દ્રસિંહ રાણાને પ્રથમવાર મારણોપરાંત આપવામાં આવેલું. 2017ના વર્ષ સુધીમાં કુલ 218 જવાનોને મહાવીર ચક્ર આપવામાં આવ્યું છે. તેમાંથી 73 પુરસ્કાર મારણોપરાંત આપવામાં આવેલા છે.
#nevergiveupacademykavyesh

પરમવીર ચક્ર kavyesh karelia

√પરમવીર ચક્ર
  આ ચક્ર એ ભારતનો સર્વોચ્ચ સેના ખિતાબ છે. આ ચંદ્રક દુશ્મન સામે અભૂતપૂર્વ શોર્ય પ્રદર્શન અને દેશ માટે બલિદાનની ભાવના બદલ આપવામાં આવે છે. આ ચંદ્રકની ડિઝાઇન મૂળ સ્વિસ નાગરિક અને  સૈન્ય અધિકારી વિક્રમ ખાણોલાકારના પત્ની સાવિત્રી ખાણોલાકાર નામની મહિલાએ બનાવેલી. આ પદકની રચના પ્રથમ ગણતંત્રના રોજ ભારતના રાષ્ટ્રપતિ એ કરી હતી. તેનો અમલ પ્રથમ સ્વતંત્રતા દિવસથી ગણવાનું નક્કી થયું. આ એવોર્ડ સેનાની ત્રણે પાંખના જવાનો અને અધિકારીઓ ને આપવામાં આવે છે. દેશનો પ્રથમ પરામવીર ચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરનાર વીર સપૂત મેજર સોમનાથ શર્મા હતા.
#nevergiveupacademykavyesh

K-CURE kavyesh