Saturday, 25 August 2018

Jay hind..

આજે ત્રિરંગા યાત્રા સમિતિ દ્વારા ગિરનારમાં આવેલી શિવ ગુફા પર ધ્વજવંદન કરવામાં આવ્યું. આમાં કુલ 22 દેશભક્તો એ ઉત્સાહપૂર્વક ભાગ લિધો.

Friday, 24 August 2018

જૂનાગઢનો ઇતિહાસ. જાણો કઈ રીતે ગિરનારના પગથિયાં બન્યા.

ગિરનાર તીર્થમાં પગથિયા કોને અને કેવી રીતે બનાવ્યા , તેનો ઈતિહાસ.... 

                 મૃત્યુએ જ્યારે દ્વાર ખખડાવ્યું , ત્યારે મહામાત્ય ઉદયન રણછાવણીમાં પોઢ્યા હતા. ગુજરાતને એમણે જરૂર વિજયી બનાવ્યું હતું , પણ પોતાના જીવનને હોડમાં મૂકીને ! એમનું શરીર જખમી બન્યું હતું. યુદ્ધમાં વિજયી બનીને પાછા વળતાં જ મંત્રીશ્વર મૃત્યુબિછાને પોઢ્યા અને એમણે પોતાના પુત્રને આટલો સંદેશ આપવાનું સૂચન કર્યું.

              " મારી ઈચ્છા તમે પૂરી કરજો ! મારી ભાવના હતી : શત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ. ગિરનાર તીર્થ પર હું પાજ પગથાર ( પગથિયા ) કંડારૂ. "

               બાહડ મંત્રીએ શત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવ્યું , એક વચન પૂરું કર્યું. હવે ગિરનાર તીર્થ પર પગથિયા બનાવાનું બાકી હતું , એ વચન પૂરું કરવાનું બાકી હતું.

               બાહડ મંત્રી ગિરનાર આવ્યા. ઊંચી ઊંચી ભેખડો ! નજર તાગ ન પામી શકે , એટલો બધો પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળથી વાતો કરતાં એના ગગનચુંબી શિખરો!

              મંત્રીશ્વર ગિરનાર નિહાળી રહ્યા. આવા વિરાટકાય પર્વતમાં ક્યાં રસ્તે પગથાર સર્જવી , એની મૂંઝવણ એમણે અકળાવી ગઈ. સાથે આવેલા શિલ્પીઓએ ઘણી મહેનત લીધી , પણ પગથારનું ટાંકણું ક્યાંથી મારવું , એનો નિર્ણય તેઓ ન કરી શક્યા.

             બાહડે મંત્રીશ્વરે ઘણી મથામણ અને ઘણા મંથનો કર્યા , પણ માનવનું ગણિત હવે ગિરનાર પર નકામું લાગ્યું , અને એમણે ગિરનારની રક્ષિકા અંબિકા મા સાંભરી આવી. એક અણનમ સંકલ્પ સાથેને અજોડ વિશ્વાસ સાથે બાહડ મંત્રી અંબિકાના ચરણે બેસી ગયા! એમની હૈયા સિતારી એટલું જ ગાતી હતી :
મા , મને રસ્તો બતાવ ! જે રસ્તે ડગ ભરીને હું ઋણમાંથી હું મુક્તિનો શ્વાસ લઉં !

                એક , બે , ત્રણ ઉપવાસ ! 3 દિવસ વીતી ગયા. બાહડને વિશ્વાસ હતો કે , અણધારી રીતે જ આ અંધકારને અજવાળતી દીવડી લાઘશે ને એ અંધકાર પળ પછી અજવાસમાં પલટાઈ જશે !

                 ને બન્યું પણ એમ જ ! ત્રીજા ઉપવાસને અંતે " મા " અંબિકા હાજર થયાં ને એમણે કહ્યું :

                " બાહડ ! હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં , એ રસ્તે પગથારનું સર્જન ટાંકણું મારજે ! "

                ધરતી હસી ઊઠી. વાતાવરણમાં આનંદ છવાયો. ગિરનારની વિકટ વાટ વચ્ચે અંબિકાદેવી ચોખા વેરતાં ગયા ને એ રસ્તે પગથારનાં ટાંકણાં પડતાં ગયાં. ને એક પળ એવી આવી , ત્યારે ટાંકણાઓનો ધ્વનિ નેમનાથની ટૂંકમાં ઘૂમી વળ્યો.

               ઋણમુક્તિ પછીનો એ આનંદ બાહડના રોમ રોમમાં ફરી વળ્યો. ત્રેસઠ લાખ રૂપિયાના જંગી ખર્ચ પછી પાજ બંધાઈ ( પગથિયાં બંધાયા ) અને ગિરનારની વિકટ વાટ કઈંક સહેલી થઈ !

             ધન્ય છે એ બાહડ મંત્રીને જેમણે આ ગિરનાર તીર્થ પર પગથિયા બનાવ્યા , જેનાથી સહુ લોકો દાદાની ભેટી શકે છે. ગિરનારની જાત્રા કરી શકે છે. ધન્ય છે ઉદયન મંત્રીને , કે જેમણે આ ગિરનાર પર પગથિયા બનાવાનો વિચાર આવ્યો....

Thursday, 23 August 2018

Gmers medical college junagadh

જી.એમ.ઇ.આર. અસે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જૂનાગઢ.

Wednesday, 22 August 2018

આજે જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે નવા ct scan મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આજે જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે નવા ct scan મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

K-CURE kavyesh