બોધ કથા
*સેવાનો સંપૂર્ણ ભાવ*
વાવાઝોડા બાદ ગીરસોમનાથ પંકથમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સેવા પ્રવૃતિ દરમિયાન થયેલા એક હદયસ્પર્શી ઘટના બની હતી. ગીરગઢડા પંથકના નેસ વિસ્તારમાં અનાજ કીટનું વિતરણ ચાલુ હતું. આ વિસ્તારમાં વાવાઝોડાએ સૌથી વધુ તબાહી મચાવી હતી. વળી આ જંગલ વિસ્તારમાં અનાજની કીટ લોકો સુધી પહોંચાડવી અને અન્ય જરૂરિયાતો લોકોને પૂરી પાડવી અને પહોંચાડવી એ પડકારજનક કાર્ય હતું. પરંતુ સ્વયંસેવકોને આ પડકારજનક કામને પણ પૂરી નિષ્ઠાથી પાર પાડ્યું હતું. નેશ વિસ્તારમાં વસ્તુઓ લઈને જવા માટે બોલેરો જેવા નાના વાહનની જરૂરિયાત હતી. જેની સેવા માટે એક વ્યક્તિ તૈયાર થાય એ પણ કોઈપણ ભાડાની અપેક્ષા વગર. કોઈ તે વાહનના માલિકને કહ્યું, જંગલમાં ઉબડખાબડ અને પથરાળ રસ્તા હોય છે જેથી વાહનને નુકશાન થવાની સંભાવના રહેશે. અને વાહનના ટાયર પણ ફાટી જાય, પરંતુ આ વ્યક્તિએ તેની એક પણ વાત કાને ન ધરી હતી. તેઓએ પોતાનું વાહન આ સેવાકીય પ્રવૃત્તિમાં અર્પણ કરી એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યારે આ સેવાકીય કાર્ય દરમિયાન હકીકતમાં એક નેશ વિસ્તારમાં જતા સમયે તેમના વાહનનું એક ટાયર ફાટી ગયું હતું. અને છતાં પણ તેમણે એ બાબતે એકપણ વાતનો ઉલ્લેખ કર્યા વગર સેવાકાર્ય ચાલુ જ રાખ્યું હતું. તેઓની આ સમર્પણ ભાવનાને વંદન.
- કાવ્યેશ