Thursday, 21 April 2022

બોધ કથાઓ

                            બોધ કથા
                     *સેવાનો સંપૂર્ણ ભાવ*
      વાવાઝોડા બાદ ગીરસોમનાથ પંકથમાં રાષ્ટ્રીય સ્વયંસેવક  સંઘની  સેવા  પ્રવૃતિ દરમિયાન  થયેલા એક   હદયસ્પર્શી  ઘટના  બની  હતી.   ગીરગઢડા પંથકના નેસ વિસ્તારમાં   અનાજ કીટનું   વિતરણ ચાલુ હતું. આ વિસ્તારમાં વાવાઝોડાએ સૌથી વધુ તબાહી મચાવી હતી. વળી આ જંગલ વિસ્તારમાં અનાજની કીટ લોકો સુધી પહોંચાડવી અને અન્ય જરૂરિયાતો લોકોને પૂરી પાડવી અને   પહોંચાડવી એ પડકારજનક કાર્ય હતું. પરંતુ સ્વયંસેવકોને આ પડકારજનક કામને પણ પૂરી નિષ્ઠાથી પાર પાડ્યું હતું. નેશ વિસ્તારમાં   વસ્તુઓ લઈને  જવા  માટે બોલેરો જેવા નાના  વાહનની   જરૂરિયાત    હતી. જેની સેવા માટે એક વ્યક્તિ તૈયાર થાય એ  પણ કોઈપણ ભાડાની અપેક્ષા વગર. કોઈ તે વાહનના માલિકને   કહ્યું,   જંગલમાં   ઉબડખાબડ    અને પથરાળ રસ્તા હોય છે     જેથી વાહનને   નુકશાન થવાની સંભાવના રહેશે. અને વાહનના ટાયર પણ ફાટી જાય,    પરંતુ આ વ્યક્તિએ   તેની એક પણ વાત કાને ન ધરી હતી. તેઓએ પોતાનું વાહન આ સેવાકીય   પ્રવૃત્તિમાં અર્પણ   કરી એક    આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.    જ્યારે આ સેવાકીય કાર્ય દરમિયાન હકીકતમાં     એક નેશ વિસ્તારમાં જતા સમયે તેમના વાહનનું એક ટાયર ફાટી ગયું હતું. અને છતાં પણ તેમણે એ બાબતે એકપણ વાતનો ઉલ્લેખ કર્યા વગર સેવાકાર્ય ચાલુ જ રાખ્યું હતું. તેઓની આ સમર્પણ ભાવનાને વંદન.
                                                       - કાવ્યેશ

1 comment:

K-CURE kavyesh