તે સમયે બંગાળ એ ભારતનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં સંપૂર્ણ બિહાર
અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે. તે સમયે બંગાળની વસ્તી ૭ કરોડ ૮૦ લાખ હતી.
અને કેટલા વર્ષથી બંગાળના પુનઃગઠનની વાત ચાલતી હતી. એવું કહેવામાં આવતું કે આટલા
મોટા વિસ્તારનું વહીવટી કામકાજ કરવું મુશ્કેલ હતું, માટે તેનું વિભાજન કરવું જરૂરી હતું.
પરંતુ વાસ્તવિકતા અલગ હતી. તેની પાછળનું મુખ્ય કારણ રાષ્ટીય આંદોલનને
કમજોર કરવું હતું. બંગાળમાં રાષ્ટીય આંદોલન ખુબ જ મજબુત હતું. બ્રિટીશ સરકારે
વિચાર્યું કે આ પ્રાંતનું વિભાજન કરીને આંદોલનને નબળું મ્બનાવી શકાય. અને બીજું
મુખ્ય કારણ હિંદુ-મુસ્લિમ વચ્ચે કૂટ પડવાનું હતું. પરંતુ બંગાળની પ્રજા આ ચાલ સમજી
ગઈ અને સંપૂર્ણ બંગાળમાં તેનો વિરોધ્ધ કરવામાં આવ્યો. ૨૦ જુલાઈ ૧૯૦૫માં લોર્ડ
કર્જનને એક આજ્ઞા બહાર પડી અને બંગાળને બે ભાગમાં વિભાજી કરવામાં આવ્યું.
પ્રથમ ભાગમાં પૂર્વીય બંગાળ અને આસામ હતું, અને તેની વસ્તી ૩.૧ કરોડ હતી.
અને બીજા ભાગમાં બાકીની બંગાળ હતું, અને
તેની વસ્તી ૫.૪ કરોડ હતી. અને ૧૬ october ૧૯૦૫માં ભાગલા કરવાની શરૂઆત કરવામાં આવી.
Øબંગભંગવિરોધી આંદોલન
વિભાજનને કારણે આખા બંગાળમાં રોષની લાગણી ફેલાય ગઈ. ૧૬ OCTOBERને શોક્દીન તારીખે જાહેર કરવામાં આવ્યો.
સંપૂર્ણ બંગાળમાં અલગ-અલગ શહેરોમાં સભા અને પ્રદર્શન કરવામાં આવ્યા. ગરમદલઅને નરમદલના નેતાઓ સાથે મળીને આંદોલનનું
નેતૃત્વ કર્યું. આ આંદોલનના પ્રમુખ નેતા સુરેન્દ્રનાથ બેનરજી, બિપીનચંદ્ર પાલ અને અબ્દુલ રશુલ
હતા. બધા વહીવટ બંધ કરી દેવામાં આવ્યા.
મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરની સુચના પ્રમાણે, આ દિવસને એક થઈને મૈત્રી દિવસ
તારીખે ઉજવ્યો. આખા બંગાળમાં લોકોએ, તે
હિંદુ હોય કે મુસ્લિમ કે ઈસાઈ, એક
બીજાને રાખડી બાંધી. આ રીતે એકતા અને ભાઈબાંધી બતાવી. આ દિવસે લોકોએ ઉપવાસ કરિયા. અને
મોટા ભાગના લોકો તડકામાં ખુલ્લા પગે ચાલીને ગંગામાં સ્નાન કરવા ગયા. આ અવસર પર
રવીન્દ્રનાથ ટાગોર પ્રસિદ્ધ ગીત ” અમારા સોનારા બંગાળ’’ લખ્યું. અને જે લોકો ગાતા. આ ખુબ જ
મોટું પ્રદર્શન કરવામાં આવ્યું. આમાં વયોવૃદ્ધ લોકોએ પણ ભાગ લીધો. આ ઉપરાંત વંદે
માતરમ ગીત પણ રાતોરાત બંગાળનું રાષ્ટીય ગણ થઇ ગયું.
No comments:
Post a Comment